મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનને બહુમતી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનને બહુમતી
Blog Article
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અત્યારે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના વલણમાં ભાજપના નેતૃત્ત્વમાં ગઠબંધન સૌથી આગળ છે. ભાજપ 124 બેઠકો પર આગળ છે. જ્યારે ગઠબંધન કુલ 210 બેઠકો પર આગળ છે. એકનાથ શિંદેની શિવસેના 55 બેઠકો પર અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્ત્વમાં વિરોધ પક્ષનું ગઠબંધન- મહાવિકાસ આઘાડી 67 બેઠકો પર આગળ છે. આમ, મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્ત્વમાં ગઠબંધન સરકાર બનવાનું નિશ્ચિત થઇ ગયું છે.
પરિણામોના આ વલણ પછી મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે, અમને બેઠકો વધુ મળી એનો અર્થ એ નથી કે, હું જ મુખ્યપ્રધાન રહીશ. હવે ત્રણેય પક્ષ ભેગા થઈને મુખ્ય પ્રધાન કોણ બનશે તે નક્કી કરીશું. અમને બમ્પર બહુમતી મળી છે, જેનું કારણ અમારું કામ છે. અમને અમારા કામનું ફળ મળ્યું છે. હું મહારાષ્ટ્રની જનતાનો આભારી છું.